ઇટલી

પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનાર ઇન્ટર મિલાન સિરી એ ફુટબોલનો ખિતાબ જીતવાની આશાને વધુ મજબૂત બનાવી હતી. જ્યારે બંને કટ્ટર હરીફ એ.સી. મિલાન અને યુવેન્ટ્‌સ ની મેચ ડ્રો રહી. રોમેલુ લોકાકુના એક ગોલથી ઇન્ટર મિલાને બોલોગ્નાને ૧-૦થી હરાવ્યુ હતું, પરંતુ એસી મિલાન ૧૦ ખેલાડીઓ સાથે રમીને સેન્ટોડોરિયા દ્વારા ૧-૧થી બરાબરી કરવો પડ્યો હતો. ઇન્ટર મિલાન ટીમે ૨૮ મેચોમાં ૬૮ પોઇન્ટ સાથે ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા ક્રમે આવેલા એ.સી. મિલાનના ૬૦ પોઇન્ટ છે જ્યારે ચોથા ક્રમે આવેલા યુવેન્ટસમાં ૫૮ પોઇન્ટ છે. એસી મિલાને જોકે ૨૯ મેચ રમી છે.