વડોદરા, તા.૨૪

વડોદરા શહેરમાં સમી સાંજે એકાએક ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર એક ઈંચ વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. એક ઈંચ વરસાદમાં અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતાં વાહનોની અવરજવર માટે બંધ કરાયું હતું. જેના પગલે જેતલપુર બ્રિજ, ગેંડા સર્કલ વગેરે વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, એકાદ કલાકમાં વરસાદ રોકાઈ જતાં તંત્રે રાહત અનુભવી હતી. પરંતુ ફરી એકવાર સામાન્ય વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

શહેરમાં આજે દિવસ દરમિયાન તડકો અને વાદળિયા માહોલ એમ છૂપછાવ વચ્ચે ઉકળાટથી નગરજનો પરેશાન થયા હતા. ત્યાં ઓફિસ છૂટવાના સમયે એકાએક ભારે પવન અને કડાકાભડાકા સાથે મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ગણતરીના કલાકોમાં એક ઈંચ વરસાદ ખાબકતાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ પાછળનો વિસ્તાર, અલકાપુરી, ફતેગંજ, કારેલીબાગ, અમિતનગર, સ્વિમિંગપુલ વાળો રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સામાન્ય વરસાદમાં અલકાપુરી ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ગરનાળામાં બંને તરફ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સાંજે અચાનક વરસાદથી નોકરી ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં અટવાઈ ગયા હતા. જ્યારે અલકાપુરી ગરનાળું બંધ થતાં જેતલપુર બ્રિજ સયાજીગંજ, ગેંડા સર્કલ સહિત વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જામી હતી અને ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આમ સામાન્ય વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

જાે કે, વરસાદનું જાેર ઘટયા બાદ રોકાઈ જતાં પાણી ઉતરવાથી તંત્રે રાહત અનુભવી હતી. તો બીજી તરફ વરસાદ બાદ ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લા પૂરનિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે છ વાગ્યા સુધી શહેરમાં ૧પ મિ.મી.વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાાન ર૭ ડિગ્રી સે.ગ્રેડ નોંધાયું હતું.

તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

વડોદરા. ચોમાસાની મોસમ હજુ તો શરૂ થ થઈ છે ત્યાં પ્રથમ બે વરસાદમાં જ પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. આજે સમી સાંજે એક ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાતાં લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ લોકોના કરોડો રૂપિયાના વેરાના રૂપિયાનો વેડફાટને લઈને શું સત્તાપક્ષ ભાજપા સુરતની જેમ વડોદરામાં પણ આપ માટે લાલ જાજમ પાથરી રહી છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. પાલિકા દ્વારા દર વરસે પ્રિમોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાતાં પ્રિમોન્સૂનની કામગીરી માટે ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા જાય છે ક્યાં? તેવો સવાલ ઉપસ્થિત થાય છે. તાજેતરમાં વાવાઝોડા સાથે ખાબકેલા બે ઈંચ વરસાદમાં અનેક હોર્ડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાતાં સ્માર્ટ સિટીનો મેકઅપ ઉતરી ગયો હતો. આજે પણ સમી સાંજે ગણતરીના સમયમાં થયેલા વરસાદમાં અલકાપુરી ગરનાળું સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરની આવી સ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોએ ભાજપાની કામગીરીને લઈને સુરતની જેમ વડોદરામાં પણ ભાજપા પોતે આપ માટે શું લાલ જાજમ પાથરી રહી છે? તેવી ચર્ચા લોકોમાં શરૂ થઈ છે.

અલકાપુરી ગરનાળંુ પાણી ભરાતાં બંધ કરાયું

અલકાપુરી ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ગરનાળામાં બંને તરફ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સાંજે અચાનક વરસાદથી નોકરી ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં અટવાઈ ગયા હતા. જ્યારે અલકાપુરી ગરનાળું બંધ થતાં જેતલપુર બ્રિજ સયાજીગંજ, ગેંડા સર્કલ સહિત વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જામી હતી અને ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આમ સામાન્ય વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

કારેલીબાગ સ્વિમિંગ પુલ નજીક પાણી ભરાયાં

શહેરમાં મેઘરાજાની એક કલાકની તોફાની બેટીંગને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. જયારે કારેલીબાગ સ્થિત આવેલ સ્વિમિગ પુલ ખાતે વરસાદના પાણી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા જેને પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

નોકરી-ધંધા પરથી ઘરે જતાં લોકો અટવાયાં

વડોદરામાં સાંજે ૫ વાગ્યા પછી અચાનક વરસાદ શરૂ થતાં નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા અને રસ્તામાં જ અટવાઇ ગયા હતા. જેતલપુર બ્રિજ, ગેંડા સર્કલ વગેરે વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.