દિલ્હી-

સોમાલિયાના અર્ધ સ્વાયત રાજ્ય ગલમૂદુગ માં આતંકવાદી સંગઠન અલ શબાબ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા.સેનાના અધિકારી મેજર મોહમદ અવલે જણાવ્યું હતું કે, બળવાખોરોએ મધ્ય સોમાલિયાના ગલમુદુગ માં વિઝિલ શહેરમાં સૈન્ય મથક પર હુમલો કરવા માટે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જેમાં સરકારી સૈનિકો અને સશસ્ત્ર સ્થાનિકો સાથેની લડત શરૂ થઈ હતી.

આ શખ્સોએ બે કાર બોમ્બ અને એક કલાકથી વધુ સમય સુધી જબરદસ્ત લડત આપીને સૈન્ય બેઝ પર હુમલો કર્યો. કાર બોમ્બથી લશ્કરી વાહનોને પણ નુકસાન થયું હતું. મૃત્યુ પામેલા 30 લોકોમાંથી 17 સૈનિકો અને 13 અન્ય નાગરિકો છે. નોંધનીય છે કે, અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન અલ-શબાબ એક દાયકાથી વધુ સમયથી સોમાલિયામાં લડતા રહ્યા છે. આ જૂથ સાથે જોડાયેલા આતંકવાદીઓ મોટાભાગે વ્યસ્ત સ્થળો પર બંદૂકો અને બોમ્બ વડે હુમલો કરે છે.