/
સુરત : 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ફરાર થયેલો આરોપી UPથી ઝડપાયો

સુરત-

સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. ૫ દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની સાથે સુતેલી 8 વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી. 

આ દરમ્યાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીના કપડા પર લોહીના ડાઘા હતા જેથી બાળકી સાથે દુષ્કર્મ થયાની આંશકા ગયી હતી અને આખરે બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ દરમ્યાન પોલીસે આરોપીને પકડવા કામે લાગી હતી તે દરમ્યાન પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા જ્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્યાં આવેલા તમામ કારખાનામાં તપાસ કરી હતી. દરમ્યાન એક કારીગર ફરાર હોવાની માહિતી મળી હતી. 

પોલીસે ફરાર યુવકનો મોબાઈલ નબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે પોલીસે આરોપીને આગ્રા ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ બુધઈ સાહ જણાવ્યું હતું. અને તે મૂળ બિહારના પીપરહિયા ગામનો વતની છે. ગતરોજ સુરત ની સચિન જીઆઇડીસી પોલીસે આરોપી ને સુરત ખાતે લઇ આવી તેની કાયદેસરની દાહરપક્ડ બતાવી આજે તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રિમાંડ ની માંગણી ની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution