અંક્લેશ્વર

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કારોબારી સમિતિ ના સભ્યો તરીકે ની ફરજ દરમ્યાન સામાન્ય સભા માં પાલિકા ના ખર્ચ ભંડોર માંથી ઇનોવા કાર ખરીદવા માટે રૂપિયા ૧૭ લાખ ઉપરાંત મંજુર કર્યા હતા અને ઠરાવ પસાર કર્યા બાદ ઇનોવા કાર ખરીદવામાં આવી હતી. દરમ્યાન વિરોધ પક્ષના નેતા એ આ બાબતે ઉચ્ચ કક્ષા એ ફરિયાદ કરતા સુરત કમિશ્નર કચેરી દ્વારા કાર ખરીદવા અંગે નો હુકમ રદ કરી પાલિકા સભ્યો પાસેથી નાણાં વસુલ કરવા અંગે હુકમ કર્યો હતો. જે અંગે તારીખ ૨૧ મી ડિસેમ્બર ના રોજ પ્રાદેશિક કમિશ્નર કચેરી સુરત ખાતે દસ્તાવેજી પુરાવા સાથે સુનાવણી માં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર નગર પાલિકા માં કારોબારી સમિતિ ના સભ્યો તરીકે ની ફરજ દરમ્યાન સરકારી તિજાેરીના ના નાણાં નો દુરઉપયોગ કરવા બાબતે ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૭૦ મુજબ પગલા લીધા છે, અંકલેશ્વર નગર પાલિકા માં તારીખ ૦૬ - ૦૩ - ૨૦૧૬ ની સામાન્ય સભા ના ઠરાવ નંબર ૪૮ તેમજ તારીખ ૧૭ - ૦૩ - ૨૦૧૬ ના ઠરાવ નંબર ૫૧ અને તારીખ ૩૧ - ૦૧ - ૨૦૧૭ ની સામાન્ય સભાના ઠરાવ નંબર ૧૩૫ થી નવી ઇનોવા કાર ખરીદવા તેમજ ઇનોવા ખરીદવા નો ખર્ચ ભંડોર માંથી અંદાજિત રૂપિયા ૧૫ લાખ મંજુર કરવા ઇનોવા ના ડીલર ના ક્વોટેશન મુજબ નો કુલ ખર્ચ ૧૭, ૦૭,૦૬૮ મંજુર કરવા અંગે નો ઠરાવ પસાર કરી ઇનોવા ની ખરીદી કરી હતી.

  આ અંગે પાલિકાના વિરોધ પક્ષ ના નેતા દ્વારા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સુરત પ્રાદેશિક કમિશ્નરે રૂપિયા ૧૭,૦૭,૦૬૮ મંજુર કરવા અંગે નો ઠરાવ રદ કરવા અંગે નો હુકમ કરવામાં આવ્યો હતો, અને જેતે સમય ના પ્રમુખ મીનાબેન પટેલ સહિત ના સભ્યો તરફ થી થયેલ કાયદાઓ નું ઉલ્લંઘન તથા ગેરવર્તણૂક ના કારણે તેઓ ના વિરુદ્ધ ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૭૦ હેઠળ નાણાં વસુલ કરવા ના થતા હોય તેમજ નગર પાલિકા ના વહીવટ માં અનિયમિતતા નો તથા સત્તા નો દૂરઉપયોગ કરેલ હોવાથી ભાગે પડતી રકમ ની વસુલાત કેમ ન કરવી જે અંગે આગામી તારીખ ૨૧મી ડિસેમ્બર ના રોજ બપોર ના અરસામાં સુરત પ્રાદેશિક કમિશ્નર કચેરી ની કોર્ટ સમક્ષ જેતે સમય ના તમામ ૩૫ સભ્યો ને દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહેવા નું જણાવવા માં આવ્યુ છે.