સુરત-

સુરત માં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલે તગડી ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓ નું ઓન લાઈન શિક્ષણ બંધ થતા વાલીઓ માં રોષ ફેલાયો છે સરકારે નક્કી કરેલી ફી ભરવા તૈયાર છતાં શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યા ની વિગતો સાંપડી છે. હાલ કોરોના ની મહમદ માં સ્કૂલો બંધ છે પણ સ્કૂલ સંચાલકો ને ઓન લાઈન શિક્ષણ માં પણ પુરેપુરી ફી જોઈએ છે,ત્યારે સુરત સ્થિત ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલ દ્વારા તગડી ફી માંગવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ લાવી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળા બહાર એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓએ જણાવ્યા પ્રમાણે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આપતું ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. જોકે, વાલીઓ ફી ભરવા પણ તૈયાર છે પણ કોરોના માં જે સરકાર દ્વારા ફી નક્કી કરવામાં આવી છે તે ભરવા તેઓ તૈયાર છે પણ ભગવાન મહાવીર સ્કૂલ સંચાલકો તેઓની મરજી મુજબની ફી માંગી રહ્યા છે. આ ઉપરાંત ટ્યુશન ફીને લઈને પણ ફીનું માળખું તેઓ લેખિતમાં આપી નથી રહ્યા. આ અંગે તેઓએ અગાઉ રજુઆતો કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી.વાલીઓએ કહ્યું કે, ચાર ગણી ફી વસૂલવાની માંગણી કરવામાં આવી રહી છે. છેલા એક દોઢ મહિનાથી ઓનલાઈન શિક્ષણ પણ બંધ થતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થઈ રહી હોવાનું વાલીઓ એ જણાવ્યું હતું.