મુંબઇ 

કિસાન આંદોલનને લઈને બોલીવુડની અભિનેત્રી કંગના અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝ વચ્ચે બે દિવસ પહેલા ટ્વિટર પર બોલાચાલીનું યુદ્ધ શરૂ થયું હતું. દિલજીત અને કંગના વચ્ચે આ યુદ્ધ ત્યારે થયું જ્યારે કંગનાએ કિસાન પ્રદર્શનકરીઓ વચ્ચે ઉભેલી એક વૃદ્ધ મહિલાને શાહીન બાગની બીલગીસ કહી. કંગનાએ એમ પણ કહ્યું કે આ મહિલા ૧૦૦ રૂપિયામાં આંદોલનમાં જોડાવા માટે ઉપલબ્ધ છે.

જો કે વિરોધ અને સત્ય સામે આવતા કંગનાએ તેમનું ટ્વીટ ડિલીટ કર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. દિલજીત દોસાંઝે ટ્વીટ કરીને આનો જવાબ આપ્યો કે , "આ મહેન્દ્ર કૌર જી છે. આ પુરાવાને સાંભળી લે કંગના એટલું પણ આંધળું ન થવું જોયે. તે કંઇક કરી રહી છે." દિલજીતે મહેન્દ્ર કૌરનો કિસાનો વચ્ચે વાત કરતા એક વીડિયો શેર કર્યો હતો. 

કંગના અને દિલજીતના વિવાદમાં ટ્વિટર યુઝર્સે દિલજીતનો પક્ષ લઈને તેમને વિજેતા બનાવ્યા છે. આ પછી, ટ્વિટર પર તેની ફેન ફોલોઇંગ ખૂબ ઝડપથી વધી રહી છે. સામાન્ય દિવસોની તુલનામાં ઘણા લોકોએ બુધવાર અને ગુરુવારે વધુ ફોલો કર્યો છે. તે ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. ૨૯ નવેમ્બર સુધીમાં તેના ૩૮ લાખ ૩૭ હજાર ૭૦૩ ફોલોવર્સ હતા જે ૪૦ લાખ ૩૦ હજાર થી વધુ થઇ ગયા છે.