આણંદ, તા.૪ 

આગામી સમયમાં વિશેષ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના સંદર્ભમાં વર્તમાન ગંભીર સમસ્યા વિશે પ્રજાલક્ષી કાર્યક્રમો આપવા તેમજ સંગઠને વધુ વેગવંતુ બનાવવા આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આગામી દિવસોમાં ચૂંટણી તૈયારી અંગે સંગઠન વધુ મજબૂત બનાવવા ધારાસભ્ય કાંતિભાઈ ‌સોઢાપરમારે દિશા નિરેદંશન કર્યું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા સંયોજકોની નિમણુક દ્વારા બુથ લેવલે ઓનલાઇન મેમ્બરશિપ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આણંદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર દ્વારા આણંદ નગરપાલિકાની આવનારી ચૂંટણીના ઉમેદવારની પસંદગી, સંગઠન માળખું, બુથ પ્રભારીની નિમણૂક, લોકો વચ્ચે જઇને સંગઠન વધુ મજબૂતી સાથે કોંગ્રેસની વિચારધારા સાથે લોકોને વધુ જાેડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ ‌સોઢાપરમાર, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિહ પરમાર, આણંદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી કિંજલબેન પૂરોહિત, આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ ઠાકોરભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્યઓ, તાલુકા પંચાયત સભ્યઓ, કાઉન્સિલરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.