દિલ્લી,

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલુ છે અને ગત સપ્તાહે સરહદ પર ૨૦ ભારતીય સૈનિકોનાં મોત બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. જાકે ચીન જુઠ્ઠુંણું ફેલાવી રહ્યુ છે. યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સૈનિકો પર ચીનના હુમલો એ એક પ્લાનિંગ સાથેનું ષડયંત્ર હતું. આ માટે, ચીની આર્મીમાં જનરલ રેન્કના અધિકારીએ સ્થળ પર હાજર સૈનિકોને આદેશ આપ્યો, જેના પરિણામે લોહિયાળ અથડામણ થઈ.

અમેરિકન ગુપ્તચર માહિતી અનુસાર ચીની આર્મીની વેસ્ટ થિયેટર કમાન્ડના વડા એવા જનરલ ઝાઓ ઝોંગ્કીએ જ ભારતીય સરહદ પર આ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ઝાઓ ભૂતકાળમાં ભારત વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરતા આવ્યા છે અને તેમનું માનવું છે કે અમેરિકા અને તેના સાથીઓની સામે ચીનને નબળું પાડવું જાઈએ નહીં. તેમજ ભારતીય સૈનિકો પર હુમલો એ તેની એક ષડયંત્ર હતુ. પરંતુ આ હુમલો ચાઇનાએ ધાર્યુ હતુ તેવો ન થયો તેનાથી ઉલ્ટું તેના સૈનિકોએ વધુ નુકસાન સહન કર્યું હતું.

યુ.એસ.ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાનો પ્લાન ચીન દ્વારા પહેલેથી જ બનાવવામાં આવ્યો હતો. જેમાં તેના લગભગ ૩૫ સૈનિકો પણ માર્યા ગયા છે. (જા કે, આ ચીન સ્વીકારવા તૈયાર નથી) ચીન ઇચ્છે છે કે ભારત તેની આસપાસના દેશો સાથે ઘૂંચવાયેવો રહે. જેથી અમેરિકાથી અંતર યથાવત્ રહે. પરંતુ ભારતીય સરકાર ચીન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યુ છે એ પછી સરકારના સ્તરે હોય કે સામાન્ય લોકોના સ્તરે.

અમેરિકન ગુપ્તચર અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને ગલવાન ખીણ પાસે ઘણા બધા શસ્ત્રો એકઠા કર્યા છે અને પોતાનું એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ૧૫ જૂનની ઘટના અંગે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કેટલાક ભારતીય અધિકારીઓ અને સૈનિકો ચીન સાથે વાત કરવા પહોંચ્યા હતા. ત્યારે ચીની સૈનિકો પહેલેથી જ હથિયારો વડે લાગ જાઈને બેઠા હતા. ત્યારબાદ તેઓએ હુમલો કર્યો હતો. જ્યારે અન્ય ભારતીય સૈનિકો બચાવવા આવ્યા ત્યારે બંને સેના વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી.