આણંદ : કોરોના મહામારી વચ્ચે દેશની આર્થિક ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે. રાજકીય પક્ષા વચ્ચેની ચૂંટણીઓ તો યોજાઈ રહી છે. હવે ઔદ્યોગિક અસોસિએશનની ચૂંટણીની પણ મોસમ આવી ગઈ છે. આણંદ-વિદ્યાનગરના ઉદ્યોગકારોના સૌથી મોટા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ખાલી પડેલી ૫ બેઠકો માટે આગામી ૧૯મી ડિસેમ્બર ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સત્તાધારી સ્માર્ટ પેનલ અને યુનાઇટેડ પેનલ વચ્ચે સીધો જંગ છે. બંને પેનલના પાંચ પાંચ સભ્યોએ ઉમદેવારી નોંધાવી હોવાથી બંને વચ્ચે જંગ ખેલાશે. વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કુલ ૭૨૦ મતદારો મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં રાજકીય કાવાદાવા વચ્ચે સીધો જંગ ખેલાશે. 

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં સત્તાધારી સ્માર્ટ પેનેલમાંથી હેમંતભાઈ કાસીકર, ધવલ પટેલ, નિતિન પટેલ, નિલેષ મંડેરી, નિલેષ નાયર, હરેશ મંડેરી અને રતિલાલ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સામાપક્ષેે યુનાઈટેડ પેનલમાંથી નંદકિશોર શાહ, દીપક પટેલ , નિલેષ પટેલ, હેમલ પટેલ, સ્નેહલ પટેલ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૭મી ડિસેમ્બરે થશે. ત્યાર બાદ ચૂંટણીનો રંગ જામશે. આ પાંચ સભ્યો ચૂંટાયા બાદ એસોસિએશનમાં કોની સત્તા રચાય છે તે નક્કી થશે.