આણંદ : પેટલાદ શહેરના રાજમાર્ગો ઉપર છેલ્લાં ઘણાં સમયથી રખડતાં પશુઓનો ત્રાસ શહેરીજનો માટે શીરદર્દ સમાન પુરવાર થયો છે. જાહેર માર્ગો ઉપર અડ્ડો જમાવીને બેસી જતાં પશુઓને લઈને રસ્તેથી પસાર થતાં નાનાં-મોટા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ક્યારેક જીવલેણ અકસ્માતનો ભોગ બનવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત સંધ્યાકાળે સરદાર ચોકના ભરબજારમાં બે માતેલા સાંઢે આંતક મચાવ્યો હતો અને રાહદારીઓને શીંગડે ભેળવ્યાં હતાં. તેમજ કેટલાક વાહનોની પણ ભાંગફોડ કરાતાં શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. સતત અડધા કલાક સુધી સરદાર સરદાર ચોક વિસ્તારને બે માતેલા સાંઢે માથે લીધું હતું. તો શું હવે નગરપાલિકા તંત્ર રખડતાં મૂંગા પશુઓ અંગે જાગૃત બનશે ખરા કે પછી?