ભરૂચ, નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની ચુંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામું બહાર પડતાં સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે ડેલીગેટની વરણી નિમિત્તે સત્તાપક્ષે ખોટા દસ્તાવેજો-ખોટી સહી કરી ડેલીગેટની નિમણૂક કરી હોવાથી ચાસવડ ડેરી પર મોટી સંખ્યામાં સભાસદો ધસી આવી હોબાળો મચાવી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. સભાસદોએ મુખ્ય ચુંટણી અધિકારી પાસે માહિતી માંગી હતી કે ચૂંટણી અધિકારીએ ૩૫૨ સભાસદોમાંથી ફક્ત ૩૫ જ સભાસદોએ હાજર રહ્યા હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. જેમાં ૨૦૦ લોકોમાંથી ફક્ત ૩૫ જેટલા જ લોકો હાજર રહ્યા હોવા છતાં ૨૦ ડેલીગેટની વરણી કઈ રીતે શક્ય બની શકે છે, તેવુ સભાસદોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચાસવડ ડેરીના સભાસદોએ રજીસ્ટર સુધી લેખિત રજુઆત કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડતાં વસાહતનું રાજકારણ ગરમાયું હતું. ભારે ઉહાપોહ મચતાં ચાસવડ ડેરીના મુખ્ય ચુંટણી અધિકારીએ ચાસવડ ડેરીની ચુંટણી રદ્દ જાહેર કરતાંની સાથે જ ડેરીના સભાસદોમાં આનંદ વ્યાપ્યો હતો.