દિલ્હી-

ગુડ્‌સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) સંદર્ભે કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 42,000 કરોડ આપ્યા હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું. સોમવારે રાજ્યોને રૂ. 6000 કરોડનો હપ્તો આપવામાં આવ્યો હતો જેમાંથી રૂ. ૫૫૧૬ કરોડ 23 રાજ્યો માટે અને રૂ. 483 કરોડ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ (દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરી) માટે ફાળવવામાં આવ્યા હોવાનું નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

જીએસટીના અમલને પગલે આવકમાં જાેવા મળેલી અંદાજે રૂ. 1.10 લાખ કરોડની ખાધ કેન્દ્ર સરકારે ઑક્ટોબર ૨૦૨૦માં સ્પેશિયલ બૉરોઈંગ વિન્ડોની રચના કરી હતી.