અમદાવાદ-

કેન્દ્ર સરકારે આગામી વર્ષ સુધીમાં ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. દેશભરમાં મોટા પાયે પ્લાસ્ટિક કચરાના સંકટ સામે લડવાની માંગ વચ્ચે કેન્દ્રએ 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ'ના ઉપયોગ પર ગયા વર્ષે 1 જુલાઈથી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં હાલમાં એક અંદાજ મુજબ 10થી 12 હજાર આસપાસ પ્લાસ્ટિક યુનિટ છે. જેમાંથી 3500 યુનિટ એવા છે જે 75 માઈક્રોનવાળી પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં કેરી બેગ, થર્મોકોલ, ચાના કપ સહિતની વસ્તુઓ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધની અસર આ જ યુનિટોને સૌથી વધારે થવાની છે. સરકારના પ્રતિબંધની સૌથી વધુ અસર આ નાના યુનિટને જ થવાની છે. કારણ કે હવે તેમણે પોતાની મશીનરીને અપગ્રેડ કરવી પડશે. 50માંથી 75 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં વધારે ખર્ચ નથી પરંતુ 120 માઈક્રો સુધી અપગ્રે કરવામાં લાખોનો ખર્ચ પહોંચી શકે છે. દેશમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ મોટી સમસ્યા બની છે અને હાલની જીવન શૈલીમાં પ્લાસ્ટિક જીવનનો એક ભાગ બની ગયા છે. સરકારે આ અંગે મહત્વના પગલા લીધા છે જેના કારણે પ્લાસ્ટિકથી થતા પ્રદુષણ પર રોક લગાવી શકાય.