વડોદરા : કોરોનાની મહામારી નિયંત્રણમાં આવતા જ રાજ્ય સરાકારે વ્યાપાર ,ધંધા તેમજ શાળાનું શિક્ષણ કાર્ય ઓનલાઇન પણ શરુ કરી દીધું છે.એટલે કે તમામ અનલોક કરી દેવામાં આવ્યું છે.પણ ટયુશન કલાસ ચાલુ કરવા અંગે સરકારે કોઇ જ નિર્ણય નહી લેતા કલાસ સંચાલકો સરકાર સામે બાયો ચઢાવે તેવી શક્યતા છે.બરોડા એકેેડમીક એસોસિએશને રાજ્ય સરકારને એસઓપી મુજબ કલાસ ચાલુ કરવા પરવાનગી માંગવા છતાં સરકાર તરફથી કોઇ નિર્ણય લેવામાં નહી આવતા મુખ્યમંત્રીને આવતા અઠવાડીયે મળીને પોતાની લાગણી રજૂ કરવાનું નક્કી કર્યું છે.અને કલાસ સંચાલકો આંદોલનના માર્ગે જાયતે પહેલા કોઇ નિર્ણય લેવાની માગ કરી રહ્યા છે.

રાજ્ય સરકારે કોરોનાની બીજ લહેર શાંત થતા તમામ અનલોક કરી દીધુ છે.જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ ધંધા,રોજગાર શરુ થઇ ગયા છે.એટલું જ નવા શૈક્ષણિક સત્રનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો છે.પણ ખાનગી ક્લાસ બાબતે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામા નહી આવતા ક્લાસ સંચાલકોમાં ભારોભાર રોષની લાગણી જાેવા મળી રહી છે.બરોડો એકેડેમીક એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર,મેયર તેમજ મુખ્યમંત્રી સહીત શિક્ષણ મંત્રીને ઇમેઇલ દ્વારા અવારનવાર રજૂઆત કરી છે.અને મળવા માટેનો સમય પણ માંગ્યો છે.પણ મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી તરફથી મળવાનો સમય આજ દિન સુધી આપવામા નહી આવતા ખાનગી કલાસ સંચાલકોની હાલત કફોડી બની છે.હાલ કલાસ સંચાલકો ઓનલાઇન કલાસ ચલાવી રહ્યા છે.પણ ઓનલાઇન વર્ગમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળતું ન હોવાથી એસોસિએશન કલાસને પણ અનલોક કરવાની માંગ કરી રહ્યા છે.અને આગામી અઠવાડીયામાં મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીને મળીને પોતાની લાગણી રજૂ કરવાનું નક્કી કરી રહ્યા છે.પ્રમુખ સમીર દુર્વેના જણાવ્યા મુજબ કલાસ સંચાલકો એસઓપી તેમજ ઓછા વિદ્યાર્થી સાથે કલાસ ચલાવવા તૈયાર છે.તો પરવાનગી આપવી જાેઇએ.કલાસ સંચાલકો આંદોલનનો માર્ગ અપનાવે તે પહેલા સરકાર આ બાબતે નિર્ણય લે તેવી માંગ કરી છે.