વડોદરા, તા.૨૧

મધ્યમાં આવેલા ઐતિહાસિક ચાર દરવાજા પૈકી લહેરીપુરા ગેટના છત સોમવારે સવારે ભારે વરસાદમાં તૂટી પડી હતી.પાલિકા તંત્ર દ્વારા આ અંગે ત્વરીત એએસઆઈને જાણ કર્યા બાદ ઐતિહાસિક લહેરીપૂરા ગેટની છતનુ ત્વરીત રીસ્ટોરેશનની કામગીરી કરવા વડોદરા કોર્પોરેશને એઆસઆઈના સિનિયર આક્રિયોલોજીસ્ટને પત્ર લખ્યો હોંવાનુ જાણવા મળે છે. જાેકે, બે દિવસમાં ધરાશાયી થયેલ છતનો કાટમાળ હટાવીને રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ. ભારે વરસાદને કારણે પાંચ-છ વર્ષ પહેલાજ બનાવાયેલ ઐતિહાસિક લહેરીપુરા ગેટની છત ધરાશાયી થતા સ્થાયી સમિતીના અધ્યક્ષે સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. અને જર્જરીત બનેલા ગેડનુ નિરીક્ષણ કર્યુ હતુ.આજે સ્થાયી સમિતીના અધ્યક્ષે કોર્પેોરેશનની બિલ્ડીંગ શાખા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં ચર્ચા વિચારણા બાદ છત ધરાશાયી થવાના બનાવની જાણ ત્વરીત એએસઆઈને પત્ર લખીને કરવા સુચના આપતા આ સંદર્ભે પાલિકા દ્વારા પત્ર લખી દેવામાં આવ્યો છે. પાલિકા દ્વારા આક્રિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા તા.૨૨-૦૭-૨૦૧૩ના રોજ લહેરીપુરા ગેટના રીપેરીંગ માટે એએસઆઈમાં રૂા.૭૫.૧૪ લાખ જમા કરાવ્યા હતા.એએસઆઈના સુપરવીઝન હેઠળ વર્ષ ૨૦૧૬ માં ગેટના રીપેરીંગની થોડી કામગીરી કરવામાં આવી હતી.દરમિયાન ગેટની છતનો ભાગ તૂટી જતા તેની કામગીરી તાકીદે કરવા અને ગેટની જાળવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જાેકે, સોમવારે છતનો જે ભાગ તૂટી પડ્યો છે તે તમામ કાટમાળ હટાવી લેવા વોર્ડ ઓફીસને સૂચના આપવામાં આવી છે.અને સફાઈ કરવા પણ કહેવામાં આવ્યુ છે.પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બે દિવસમાં કાટમાળ હટાવીને ગેેટના રીસ્ટોરેશનની કામગીરી એએસઆઈ દ્વારા શરૂ કરી દેવામાં આવશે.