વલસાડ, વડાપ્રધાન મોદી ની સાત્વિક કામગીરી તેમજ દેશ ના નાના માં નાના માણસ ને સન્માન આપવાની નીતિ ને કારણે આજે તેવો પ્રજા ના હ્‌ર્દય માં રાજ કરી રહ્યા છે અને તેમણે કમાન સાંભળ્યા બાદ ભાજપ નો સુવર્ણ યુગ આવ્યો છે. પરંતુ મોદી ના નામે ચૂંટાઈ ને કે પાર્ટી ની મહેરબાની થી હોદ્દા પર બેઠેલા કેટલાક ભાજપી સત્તાધીશો ભાજપ ના નીતિનિયમો નો સરેઆમ ઉલઘન કરી રહ્યા છે હોદ્દા મળતા જ તેવો અહંકારી બની જઇ તેમના થી નીચે ના હોદ્દેદારો પર ખોટી રીતે રુબાબ કરી ,અપશબ્દો બોલી ,તેમના પર હાથ ઉપાડી પાર્ટી ની છબી ને લાંછન લગાડતા હોય છે. પારડી શહેર ભાજપ ઉપ પ્રમુખ જીતેન્દ્ર ઓઝા એ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત ભાઈ કંસારા ને વોટ્‌સઅપ દ્વારા રાજીનામુ ધરી દેતા પારડી તાલુકા ભાજપ વિવાદ માં આવ્યું છે. રાજીનામાં માં ઓઝા એ જણાવ્યું છે કે હાલે તેવો પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ ના હોદ્દા ધરાવે છે અને હાલ માં ચાલી રહેલી પેજ પ્રમુખ ની પ્રક્રિયા માં પૂરેપૂરી નિષ્ઠા થી કાર્યરત છે 

 કાર્યકર્તાના ફોટા તેમજ ફોર્મ ભરવાનું કાર્ય ચાલુ છે . ઓઝા ના માસી ના દીકરા ને હાર્ટએટેક આવતા તેને તત્કાળ ધોરણે મુંબઇ હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યો હતો અને ઓઝા માસી ના દીકરા ને મુંબઇ મળવા ગય હતા જેની જાણ પારડી શહેર પ્રમુખ રાજેશ ભાઈ પટેલ ને કરી હતી છતાં પણ શહેર પ્રમુખ રાજેશ પટેલે ઉપપ્રમુખ ઓઝા ને ફોન પર તારું કામ બાકી હોવાનું કહી ગુસ્સે ભરાઈ ખરી ખોટી સંભળાવી દેતા ઓઝા કાર્યાલય ઉપર ફોટો આપવા ગયો હતો

 શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે ઉપપ્રમુખ ઓઝા ઉપર એકદમ ગુસ્સે ભરાઈ અપમાનજનક શબ્દો બોલવા ની સાથે સાથે બે થાપટ મારી ઉપ પ્રમુખ ને કાર્યાલયમાંથી કાઢી મુક્યો હતો અને તારાથી જે થાય તે તોડી લેજે એવી અભદ્ર ભાષા નો ઉપયોગ કર્યો હતો પારડી શહેર પ્રમુખ દ્વારા માર અને ગાળ થી અપમાનીત થયેલ જીતેન્દ્ર ઓઝા એ પારડી શહેર સંગઠનના ઉપપ્રમુખના હોદ્દા ઉપરથી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા ને વોટ્‌સપ દ્વારા રાજીનામુ આપી દીધું હતું .