દિલ્હી-


વડાપ્રધાન મોદીએ આજે PM મોદીનો 10 રાજ્યોના 54 જિલ્લા કલેક્ટર સંવાદ કર્યો


દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ 10 રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતું પડકારો હજુ પણ યથાવત છે, સૌ કોઈ પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે 54 જિલ્લાના કલેક્ટરો સાથેના સંવાદમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તાલુકા કે જિલ્લામાં કોરોના સામેની જીત એ દેશની જીત છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરને કારણે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, કેટલાક રાજ્યોની સ્થિતિમાં સુધારો આવ્યો છે પરંતું હજુ પણ દેશ સામે કોરોના મહામારીને નાથવાના અનેક પડકારો છે એવામાં વડાપ્રધાન મોદીએ 10 રાજ્યોના 54 જિલ્લા કલેક્ટર સાથે વર્ચ્યૂઅલ બેઠક યોજી સંવાદ સાંધ્યો હતો.

મહત્વનું છે કે આ પહેલાં પણ 18 મેના રોજ PM મોદીએ 9 રાજ્યના 46 જિલ્લા કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ જિલ્લા જીતે છે ત્યારે જ દેશ જીતે છે. આપણા દેશમાં જેટલા જિલ્લાઓ છે, તેટલા જુદા જુદા પડકારો છે. આ દરમિયાન, તેમણે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને જિલ્લાના લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે જિલ્લાની હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે? ક્યાં ઉપલબ્ધ છે? આ પ્રકારની માહિતી આપવાથી લોકોની સુવિધા વધે છે. વડાપ્રધાન મોદીએ કોરોના કાળમાં કાળા બજારી પર પણ કાબૂ મેળવવા માટે જિલ્લા અધિકારીઓને કડક સૂચના પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ યોજ્યા 10 રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સીધો સંવાદ,વડાપ્રધાને જણાવ્યું કોઈ જિલ્લા જીતે,ત્યારે જ દેશ જીતે છે, પડકારો હજુ પણ છે યથાવત છે.