ગાંધીનગર, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. જેમાં સૌથી વધુ કોરોનાના કેસો રાજ્યના આઠ મહાનગરોમાં નોંધાય  રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ આઠ મહાપાલિકામાં આઈએએસ કક્ષાના આઠ અધિકારીને જે તે મહાપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે, તેમાં પણ રાજ્યના આઠ મહાનગરોમાં કોરોનાની સ્થિતિએ માઝા મૂકી છે. મહાનગરોમાં વકરતી જતી કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર,  જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તાર માટે આઈએએસ કક્ષાના આઠ  અધિકારીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ અધિકારીઓને જે તે શહેરની કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંકલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઇ છે.

કોને ક્યાંની જવાબદારી

• ડૉ.મનીષ બંસલ આઈએએસ અમદાવાદની જવાબદારી

• દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી

• ડૉ.હર્ષિત ગોસાવી  આઈએએસ વડોદરાની જવાબદારી

• સ્તુતિ ચારણ આઈએએસ રાજકોટની જવાબદારી

• આર.આર.ડામોર ય્છજી ભાવનગરની જવાબદારી

• અમિત યાદવ આઈએએસ  ગાંધીનગરની જવાબદારી

• આર.ધનપાલ આઈએફએસ જામનગરની જવાબદારી

• ડૉ.સુનિલકુમાર બેરવાલ આઈએફએસને જૂનાગઢની જવાબદારી