અંક્લેશ્વર, તા.૩

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર મોતાલી ગામ પાસે પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પર થી નદીમાં ખાબક્યુ હતુ, ત્યારે ગેસ લીકેજ નાં કારણે ભારે દોડધામ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર મોતાલી ગામ નજીક સુરત થી દહેજ તરફ જતુ ટેન્કર બેકાબૂ બનતા બ્રિજ પર થી અમરાવતી નદીમાં ખાબક્યુ હતુ. ટેન્કર પલ્ટી મારી જતા તેમાંથી પ્રોપીલીન ગેસ લીક થયો હતો, ત્યારે ગેસ લીકેજ નાં કારણે આસપાસ નાં લોકોમાં ભારે દોડધામ મચી હતી. જોકે આ ટેન્કર દહેજ ની દીપક ફેનોલિક્સ લિ. કંપનીનું હોવા નું જાણવા મળ્યુ હતુ.સમગ્ર બનાવની જાણ થતા અંકલેશ્વર જીઆઈડીઈસી નોટીફાઈડ એરિયા ડ્ઢઁસ્ઝ્ર ફાયર સ્ટેશન નાં લાશ્કરો સહિત ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ફાયર ફાઇટરોએ ગેસ લીકેજ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.