વડોદરા, તા.૧૯

શહેરની આન-બાન-શાન સમા ગણેશોત્સવને હજુ એક મહિનો બાકી છે પરંતું આજે શહેરના સૈાથી મોટા એવા પ્રતાપમડઘાની પોળના શ્રીની વિશાળ પ્રતિમાનું આજે સ્થાપના મંડપમાં આગમન થતાં શ્રીજીની ધામધુમથી સવારી નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીજેના તાલે નીકળેલી પ્રતાપ મડઘાના પોળના શ્રીજીની સવારીમાં કેસરી ધ્વજ તેમજ ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો ઉમટયા હતા. સરદાર એસ્ટેટથી સાંજે નીકળેલી શ્રીજીની સવારી ઠેક મોડી રાત્રે પ્રતાપમડઘાની પોળમાં પહોંચી હતી. સરદાર એસ્ટેટમાં જાણીતા મુર્તિકારના ત્યાંથી પ્રતાપ મડઘાની પોળના શ્રીજીને સ્થાપના સ્થળે લઈ જવા માટે આજે ઢળતી સાંજે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં હજારો યુવકો જાેડાયા હતા. ડીજેના તાલે નીકળેલી શ્રીજીની સવારી ઠેક મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળમાં પહોંચી હતી. આજે પ્રતાપ મડઘાની પોળના શ્રીજીનું આગમન થવાનું હોઈ અને તેમાં હજારો યુવાનો જાેડાવવાના હોઈ અને શ્રીજીની સવારી આજવારોડ તેમજ પાણીગેટ અને જમનાબાઈ દવાખાના પાસેના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાની હોઈ શ્રીજીની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાેઈન્ટ પોલીસ કમીશનર તેમજ ડીસીપી સાથે એસઆરપી, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં હાજરી રહી હતી.