હાલોલ તા.૦૪ 

“મારા ગણેશ, માટી ના ગણેશ” ની થીમ પર આપણાં હાલોલ શહેર ના શ્રીજી કૃપા સોસાયટી માં રહેતા ૧૯ વર્ષીય માનવ અતુલભાઈ પટેલ, જેઓ છેલ્લા ૪ વર્ષથી ગણેશ ચતુર્થી ના પૂજન અર્ચન અર્થે એકલી માટી માંથી કલાત્મક ગણેશજી ની મૂર્તિઓ બનાવી વેચાણ કરી રહ્યા છે.

તેઓનું માનવું છે કે આમ કરીને આપણે પર્યાવરણ ના રક્ષણ માં આપણો નાનકડો ફાળો આપી શકીએ છે. તેઓને એક મૂર્તિ બનાવતા લગભગ ૨ દિવસ જેટલો સમય લગતો હોય છે. પર્યાવરણ ના રક્ષણ ને ધ્યાન માં રાખી ને તેઓ ઇકો - ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે અને આ કાર્યમાં તેઓ ના ઘર ના સભ્યો પણ તેઓ ને ખૂબ જ પ્રોત્સાહન અને સાથ સહકાર આપે છે.હાલ ચાલી રહેલ કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે તેવામાં હાલોલ નગર તેમજ તાલુકામાં ગણેશ સ્થાપનાનું આયોજન રદ કરવામાં આવ્યું છે પરંતુ પોત પોતાના ઘરમાં ગણેશજીની ઇકો - ફ્રેઇન્ડલી મૂર્તિ લાવી તે મૂર્તિનું વિસર્જન ઘર માજ કરવાનું રહેશે જેથી આ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનો પ્રયોગ ખૂબ સફળ નીવડશે. ઇકોફ્રેન્ડ્‌લી પર્યાવરણને બચાવે છે જે ૧૦ દિવસ ગણેશ રાખવા માંગતા હોય તેઓએ સૂકી માટીના ગણપતિની સ્થાપના કરવી જોઇએ.