વડોદરા,તા.૨૫

શહેરમાં ટ્ર્‌ાફિક સમસ્યા સરળ કરવા આડેઘડ પાર્ક વાહનોને ટોઇંગ કરવા ફરતી ટ્રાફિક શાખાની ક્રેઇન સંચાલક અને ટ્રાફિક પોલીસની આડોદાઇ સામે આવી છે. ઘટના ફતેંગજ વિસ્તારની છે. ફતેંગજ બ્રિજ પાસે એક વિદ્યાર્થીની બાઇક પાર્ક કરી હતી. ત્યારે ટ્રાફિક શાખાની ટોઇંગ ક્રેને બાઇક ને કબ્જે કરી ક્રેન પર ચઢાવી દિધી હતી. અને અચાનક બાઇકચાલક વિદ્યાર્થીની નજર પડતા વિદ્યાર્થી અને તેની મિત્ર ક્રેન પાસે દોડી આવ્યા હતા. અને દંડ ભરી બાઇક છોડાવવાની વાત પોલીસ કર્મીને કરી હતી. તેમ છતા ટ્રાફિક પોલીસે બાઇક પરત ન કરી બાઇકને ક્રેન પર ચઢાવી દિધી હતી. અને ક્રેન લઇને ચાલી નિક્ળ્યા હતા. આ જાેઇને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીની બાઇક છોડાવવા ક્રેન ર ચઢી ગઇ હતી. અને રોષે ભરાઇ હતી.

 પોતે દંડ ભરવા તૈયાર હોવા છતા બાઇક લઇ જતા ટ્રાફિક પોલીસ અને ક્રેન સંચાલક સાથે તુ તુ મૈં મૈં થઇ ગઇ હતી, અને સાથેજ બીજા વિદ્યાર્થીઓ પણ ફતેંગજથી આગળ ઇએમઇ સર્કલ પાસે દોડી આવ્યા હતા. છેવટે ટ્રાફિક પોલીસ ને બાઇક છોડવી પડી હતી.