ગાંધીનગર-

ગુજરાતમાં ત્રાટકેલા તાઉતે વાવાજાેડાના પગલે જે જિલ્લાઓમાં વિનાશ વેરાયો છે ત્યાં રાહતની કાગમીરીને માટે રાજય સરકાર દવારા આઈએએસ અધિકારીઓની નિમણુકકરી છે. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગીર સામેનાથ, જુનાગઢ, ભાગનવર અને અમરેલી જિલ્લાઓમાં અધિકારીઓની નિમણુંક કરવામા આવી છે. ગીર સોમનાથમાં વિપુલ મિત્રા, ભાવનગર માટે મુકેશપુરી, જુનાગઢ માટે કમલ દયાની તથા અમરેલીમાં મનોજ અગ્રવાલની નિમણુંક કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાની મુલાકાત લઇને નુકસાની અને ગામની સ્થિતિ અંગે ક્યાસ મેળવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે ગામના લોકો સાથે વાતચીત કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા. સીએમ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. સીએમ રૂપાાણીએ ગરાળ ગામમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. સીએમએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.