ફતેપુરા, ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાનું તેમજ ફોર્મ પરતખેંચવાનુ કામકાજ પૂર્ણ થયું છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકા પંચાયતની ૨૮ સીટો માટે ૯૧ ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા જ્યારે ફતેપુરામાં સમાવેશ જિલ્લા પંચાયત ની ૬ સીટો માટે ૨૩ ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા આજરોજ ફતેપુરા તાલુકા પંચાયતની તાલુકા પંચાયતના માટે૧૦૪ ઉમેદવારોમાંથી ૧૩ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પંચાયતના ૨૬ ઉમેદવારોમાંથી ૩ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર શરૂ કરી દેવામાં આવશે દરેક ઉમેદવારોને પોતાનો ઉમેદવાર નું નિશાન તેમજ અનુક્રમ નંબર પણ આપી દેવામાં આવ્યો છે હાલ ફતેપુરા તાલુકામાં ભાજપ કોંગ્રેસ અને સાથે સાથે બી ટી પી અને આમ આદમી પાર્ટી એ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે ત્યારે તાલુકો પંચાયત અને જિલ્લા પંચાયતમાં સત્તા કોને પ્રાપ્ત થાય છે તે જાેવાનું રહ્યું.