પલસાણા-

કડોદરા પાલિકાના માજી બાંધકામ અને ગટર સમિતિના ચેરમેન સંજય શર્માએ નશાની હાલતમાં મિનરલ પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે રોડ પર પાણી આવવા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જિલ્લા ભાજપ કાર્યકર્તા પાસે ૧૨ કલાક પછી વીડિયો ડીલીટ કરાવ્યો હતો. કડોદરામાં ક્રિષ્નાનગરમાં બે દિવસ અગાઉ પાલિકાના માજી બાંધકામ અને ગટર સમિતિના ચેરમેન સંજય શર્મા મત વિસ્તાર કૃષ્ણાનગરમાં મિનરલ પાણીનો વેપાર કરતા દુકાનદાર છેલા બાબુ સાથે કચરો ફેંકવા બાબતે ઝઘડો થયો હતો. સંજય શર્માએ નશીલું પીણું પીને જાેર જાેરથી ગાળા ગાળી કરી વિસ્તારને બાનમાં લીધો હતો અને આવેશમાં આવી છૈલાબાબુની દુકાનની શટર બંધ કરી હતી. એટલું જ ઓછું હોય તેમ “ અહીં સંજય શર્માનું રાજ ચાલે છે” અને “સંજય શર્મા કે રાજ મેં સબ પી રહા હે “તેમ કહી. પોતે દુકાનદારથી માફી મગાવી હતી.

છતાં દુકાનદાર તમરી કરે છે તેવા શબ્દ ઉચ્ચારી બબાલ ચાલુ રાખી હતી અને અપમાનજનક શબ્દો બોલતા નગરસેવકનો વીડિયો ભાજપના એક કાર્યકર્તા દ્વારા સોશિયલ પર અપલોડ કરી દેતા વિવાદ સર્જાયો હતો. વીડિયો જાેઇ ભાજપના હોદ્દેદારોએ સંજય શર્માને ટકોર કરતા સમગ્ર મામલે જિલ્લા ભાજપ કડોદરામાં ચાલતા જૂથવાદને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી છે અને અપલોડ કરનાર પાસે વીડિયો ડીલીટ કરાવ્યો હતો. બીજી બાજુ કડોદરા ભાજપમાં જૂથવાદ પોતાની ચરમ સીમાએ છે. આવનારા દિવસોમાં ચૂંટણીના દિવસો પહેલા જૂથવાદને સમેટવામાં નહિ આવે તો કડોદરા નગર ભાજપમાં સામી ચૂંટણીએ વધુ વિવાદ વકરી શકે છે.