અમદાવાદ-

હાઇકોર્ટના નિર્ણયને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે, કોવિડ કેર સેન્ટરમાં ફરજ પરનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં, હાઇકોર્ટે માસ્ક ના પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજ માટેના આપ્યા હતા સરકારને આદેશ, સરકારે કોર કમિટીમાં સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં માસ્ક ના પહેરનાર લોકોને કોવિડ કેરમાં મોકલવા કે નહીં તે બાબતે અંતિમ નિર્ણય કરશે સુપ્રીમ કોર્ટ

રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને સરકાર તથા તંત્ર તરફથી અવારનવાર માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. પણ કેટલાક બેદરકાર લોકોને આ વાત ગળે ઊતરતી નથી. આ મુદ્દાને ધ્યાને લઈને રાજ્યની ગુજરાત હાઈકોર્ટે એક મોટો અને મહત્ત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં 5થી 10 દિવસ સુધી, છથી સાત કલાક સુધી સેવા આપવી પડશે.

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેર્યું હોય તો કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસનું જાહેર નામું બહાર પાડવા માટેના પણ આદેશ આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ સરકારના મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ આ વિષય પર કેબિનેટમાં ચર્ચા-વિચારણા કરી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ સરકારની એક મહત્ત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. માસ્ક નહીં પહેરનારને હવેથી જે તે રાજ્ય કે શહેરના કોવિડ કેર સેન્ટરમાં સતત છથી સાત કલાક સુધી સેવા આપવાની રહેશે. જોકે, પોલીસ તંત્ર તરફથી પણ સમયાંતરે માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી આર્થિક દંડ લેવામાં આવતો હતો. હવેથી માસ્ક વગર જે કોઈ વ્યક્તિ ઝડપાશે એને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાની રહેશે. એવો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જોકે, ઘણા લોકો હાઈકોર્ટના આ આદેશને સમર્થન આપી રહ્યા છે. આ આદેશથી માસ્ક ન પહેરનારા લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળશે.