પાવી જેતપુર, પાવી જેતપુરના લોઢણ ગામના એક યુવક ખેતરમાં પાણી વાળવા ગયો ત્યારે સવારના સમયે નજીકમાં જ દિપડીએ બચ્ચા જન્મેલા હોવાને કારણે યુવક ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો છે. પાવી જેતપુરના લોઢણ ગામની સીમમાં એક દિપડીએ ૩ બચ્ચાને જન્મ આપ્યો હતો, જ્યાં નજીકમાં જ ખેતરમાં એક પથ્થર પાસે ખેતર માલિક યુવક સંદીપભાઈ રાઠવા ઉ.વ. ૧૮ પાણી વાળવા ગયો હતો, પાણી વાળતા થોડીકવાર માટે ખેતરના છેડે એક પથ્થર પર બેઠો ત્યારે નજીએ બચ્ચાને સુરક્ષિત રાખવા સંદીપભાઈ ઉપર પાછળથી હુમલો કરતા સંદીપભાઈને બરડાના ભાગે ઇજા થઇ હતી. સદનસીબે સંદીપભાઈએ જાકિત પહેર્યું હોવાથી વધુ ઇજા ન હતી થઈ, પરંતુ સંદીપભાઈને ઇજા થતાં તેઓએ બુમાબૂમનકર્તા નજીકમાં ખેતરમાં કરતા તેઓના કાકા નવલસિંગભાઈ આવી જતા દિપડી ભાગી ગઈ હતી. દિપડીને હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સંદીપભાઈ રાઠવાને પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખેસેડાયા હતા.