ખંભાત-

કોરોનોની મહામારી વચ્ચે ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ ચાલુ વર્ષે પતંગો અને દોરીના કાચા માલની કિમતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકાનો વધારો થતા ખંભાતમાં પંતગ ઉદ્યોગમાં મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત સહીત સમગ્ર ભારતમાં ઉત્તરાયણના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અને તેમાંય ખંભાતમાં બનેલાં ખંભાતી પતંગોની બોલબાલા રહેતી હોય છે. ખંભાત શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. ખંભાતમાં ૨૦૦ ઉપરાંત ગૃહ ઉદ્યોગમાં ૨૦૦૦ જેટલા પતંગના કારીગરો ખંભાતી અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેની પતંગ બનાવતાં હોય છે.

ખંભાતમાં બનેલી પતંગોની રાજય અને દેશના જુદા જુદા શહેરમાં નિકાસ કરવામાં આવે છે. જાેકે ચાલુ વર્ષે પતંગ બનાવવામાં વપરાતા કાચા માલ જેમ કે કમાન ઢઢો અને, ગુંદર, કાગળના ભાવમાં ૧૦ ટકાથી ૨૦ ટકાનો વધારો થયો છે. જીહા બીજી તરફ કોરોનોની મહામારી વચ્ચે પતંગ બનવાતી મહિલાઓ સાથે વાતચીત કરતા તેઓએ કોરોનોની મહામારીમાં તેમને પતંગ બનવાનું કામ પણ ઓછો મળે છે, ગત વર્ષે દિવસના ૫૦૦ રૂપિયા જેટલું રોજીંદુ કમાતા હતા આ વર્ષે માત્ર ૨૦૦ રૂપિયા જેટ્‌લુ જ કામ મળે છે કોરોના વાઇરસના કારણે મંદીનું ગ્રહણ લાગ્યું છે.

ખંભાતમાં ૧૨ જેટલા અલગ અલગ કાગળોમાંથી પતંગ બનવવામાં આવે છે. દર વર્ષે હજારો કારીગરો પતંગ બનવવાની રોજગારી મળવે છે. બીજી તરફ ખંભાતમાં પતંગ ઉધોગનીમાં ૭કરોડથી વધુની કામની અહીં પતંગ ઉધોગમાં થાય છે. પરંતુ અહીં કોરોનોની મહામારી વચ્ચે આજે અહીં પતંગ ઉધોગમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું.