કોલકત્તા-

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ ડાબેરી પક્ષો સાથે જાેડાણ કરવાના મૂડમાં છે.જાે આવુ થયુ તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ત્રીપાંખીયો જંગ જાેવા મળશે.

મળતી વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના કોંગ્રેસ નેતાઓ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાતે એક ઓનલાઈન બેઠક યોજી હતી.જેમાં ડાબેરીઓ સાથેના જાેડાણ પર વિવિધ ચર્ચા કરવામાં આવી હતી અને એવુ કહેવાય છે કે, રાહુલ ગાંધી ગઠબંધનની તરફેણમાં છે.જાેકે બોલ હવે સોનિયા ગાંધીના કોર્ટમાં છે અને તેઓ જ આ મુદ્દે અંતિમ ર્નિણય લેશે.

કોંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીએ જાેડાણ થાય તો બેઠકોની વહેંચણી કેવી રીતે કરવી તે અંગે પણ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના નેતાઓ પાસેથઈ જાણકારી લીધી હતી.જાેકે કેટલાક સભ્યોનુ એમ પણ કહેવુ હતુ કે, પાર્ટીએ બિહાર ચૂંટણીમાંથી પાઠ ભણવાની જરુર છે.જેથી બેઠકોની વહેંચણીમાં પાર્ટીને નુકસાન ના જાય. બીજી તરફ કોમ્યુનિસ્ટ માર્કસવાદી પાર્ટી દ્વારા તો જાેડાણને પહેલા જ લીલી ઝંડી આપી દેવામાં આવી છે.આ મુદે પશ્ચિમ બંગાળના બંને પાર્ટીના નેતાઓ વચ્ચે બેઠક પણ યોજાઈ ચુકી છે.બંને પાર્ટીઓએ હાલમાં ભારત બંધ વખતે સાથે સરઘસ પણ કાઢ્યુ હતુ.