મુંબઇ-

સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજના ઈન્ડેક્સ સેન્સેક્સમાં 1,100 પોઇન્ટના ઘટાડા સાથે બજાર બંધ હતું. પરંતુ મંગળવારે, બજાર થોડું સ્થિર લાગે છે. મંગળવારે શેર બજારોમાં કારોબારની શરૂઆતથી તેજી જોવા મળી હતી અને બીએસઈના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં આશરે 280 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને એનએસઈ નિફ્ટીમાં પણ 100 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

સવારે 9:34 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) સેન્સેટીવ ઈન્ડેક્સ સેન્સેક્સ 189.74 પોઇન્ટના સુધારે 49934.06 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે તે જ સમયે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ની ઇન્ડેક્સ નિફ્ટી 60.15 અંક વધીને 14735.85 પર પહોંચી ગયો હતો અગાઉ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી અત્યાર સુધીના મહત્તમ સ્તરે અનુક્રમે 50128.85 અને 14782.35 પર પહોંચી ગયા હતા.