દાહોદ, બે દિવસ પહેલા ગુમ થયેલા દાહોદ તાલુકાના રામપુરા ગામના રમુડાભાઈ મેડાની તિષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરાયેલી હાલતમાં લાશ દાહોદ તાલુકાના બોરવાણીખાયા ગામની સીમમાં રેલવે ટ્રેકની પાસેથી મળી આવતા દાહોદ તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 દાહોદ જિલ્લાના રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા રમુડાભાઈ મનસુખભાઈ મેડા બાલાસિનોર મજૂરી કામેથી એક મહિના પહેલાં જ પોતાના માદરે વતન રામપુરા ગામે આવ્યા હતા અને ગત તારીખ ૧૩.૨.૨૦૨૧ ના શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે દાહોદ મજૂરીનો સામાન લઈ આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી તેઓ પરત ઘરે ના આવતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ આદરી હતી પરંતુ રમુડાભાઈની કોઇ ભાળ મળી ન હતી. જેથી પરિવારજનોએ તેમના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી પરિવારજનો પોલીસના શરણે ગયા હતા અને આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે પણ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેમાં પણ પોલીસને સફળતા સાંપડી ન હતી. ત્યારે આજરોજ સવારે રામપુરા ગામના રમુડા ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ દાહોદ તાલુકાના બોરવાણીખાયા ગામની સીમમાં રેલવે ટ્રેક પર રેલવે ટ્રેક પાસેથી મળી આવતા આ અંગેની જાણ દાહોદ તાલુકા પોલીસને કરતા દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પરમાર પોતાના સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રમોડાભાઈ મેડાની લાશનો કબજાે લીધો હતો. મૃતકના ગળા છાતી તેમજ આંખના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને આવ્યું છે. ત્યારે મૃતકની હત્યા કોણે ? અને કેમ કરી ? તેની તપાસ પાછળ પોલીસ જાેતરાય છે હાલ તો પોલીસે હત્યા કરનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.