અમદાવાદ-

ફી મુદ્દે આજે ખાનગી શાળા સંચાલકોએ મહત્વનો નિર્ણય લઈને 10મી ડિસેમ્બર થી જે વાલીઓ હજુ સુધી શાળા સંચાલકોને મળ્યા જ નથી તેમનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરતા આ વિવાદ વધુ પેચીદો બન્યો છે. કોરોના ની સાથે શાળાઓની ફી લઈ ને આ પ્રશ્ન વધુને વધુ સળગી રહ્યો હોય તેમ આજે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 10મી ડિસેમ્બર થી જે વિદ્યાર્થીઓએ હજુ સુધી નથી ભરી અને તેમના વાલીઓએ શાળા સંચાલકોનો સંપર્ક પણ નથી કર્યો તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ 10મી તારીખ થી બંધ કરી દેવામાં આવશે તેવો નિર્ણય જાહેર કર્યો છે.

કોરોના ના લીધે ઘણા મહિનાઓથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે ઘણા વાલીઓ ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે તો ઘણા વાલીઓ એ નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે પરિણામે આર્થિક સંકટના કારણે ઘણા વાલીઓ ફી હજુ સુધી ફરી શક્યા નથી. ફી મુદ્દે વાલી મંડળો અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે આ દરમિયાન રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ હજુ આ પ્રશ્ન ઉકેલાયો નથી. 

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતીન ભરાડએ જાહેરાત કરી હતી કે જે વાલીઓ ફી ભરવા આવતા નથી, તેમજ ફી નથી ભરતા પરંતુ શાળા સંચાલકોને આ મુદ્દે મળવા પણ નથી આવ્યા અને શાળા સંચાલકો દ્વારા ફોન કરવામાં આવે છે તો વાલીઓ ફોન પણ રિસીવ નથી કરતા તેમના માટે આ નિર્ણય લેવાયો છે. આ વાલીઓ 10 તારીખ સુધીમાં શાળા સંચાલકોને મળશે નહીં તો ત્યારબાદ તેમના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવશે. 

આ વિવાદમાં ફરી આજે ધી હોમાયું છે અને 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો છે.આ પરિપત્ર બાદ પણ વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ફીના મુદ્દે સંઘર્ષ થઈ રહ્યો છે. ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે.