વેરાવળ-

વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુની.નો ૧૩મો પદવીદાન સમારોહ તા.૫ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે યુની. કેમ્પસ ખાતે કોરોનાની ગાઇડલાઇન મુજબ યુની.ના કુલપતિ, અઘિકારીઓ અને ગણતરીના વિઘાર્થીઓની હાજરીમાં ઓનલાઇન યોજાશે. સમારોહમાં રાજ્યપાલ અને યુનિ.કુલાધિપતિ દેવવ્રત આચાર્ય ઓનલાઇન જાેડાઇ પ્રરેક ઉબદઘોન કરશે. જ્યારે દવીદાન સમારોહમાં કુલ ૭૫૦ વિઘાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. સંસ્કૃત યુની.ના પદવીદાન સમારોહ અંગે રજીસ્ટાર ડો.દશરથ જાદવએ જણાવ્યું હતુ કે, હાલ કોરોનાની મહામારીને લઇ કાર્યક્રમો માટે સરકારની ગાઇડલાઇન મુજબ યુની.ના ૧૩માં પદવીદાન સમારોહનું આયોજન કરાયેલું છે.

સમારોહમાં રાજયપાલ દેવવ્રત આચાર્ય ઓનલાઇન ગાંઘીનગરથી જયારે કથાકાર રમેશભાઈ ઓઝા અને સારસ્વત તરીકે દેશના પૂર્વ ચુંટણી અઘિકારી એન.ગોપાલસ્વામી ઓનલાઈન જાેડાઇ હાજરી આપશે. ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, કુલપતિ પ્રો.ગોપબન્ધુ મિશ્ર સહિતના હાજર રહેશે. પદવીદાન સમારોહમાં સોમનાથ સંસ્કૃત યુની.માં ચાલતા અભ્યાસક્રમો પૈકીના શાસ્ત્રી બી.એ.-૩૧૮, આચાર્ય-એમ.એ-૧૭૫, પીજીડીસીએ-૧૭૫, શિક્ષાશાસ્ત્રી-બી.એડ-૪૯, તત્વાચાર્ય એમ.ફીલ-૨૪, વિભાવારિધિ-પીએચડી-૯ મળી કુલ ૭૫૦ વિઘાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત સમારોહમાં ગોલ્ડમેડલ -૧૯, સિલ્વર મેડલ- ૪ એમ કુલ ૨૩ તેજસ્વી વિઘાર્થીઓને મેડલો એનાયત કરવામાં આવશે. સોમનાથ સંસ્કૃત યુની.ને બી.એડ.ના વર્ગની મંજુરી મળી ગઇ છે. જેથી આગામી જુન ૨૦૨૧થી યુની.માં બી.એઙ.નો વર્ગ શરૂ થશે. જેમાં ૫૦ બેઠકોની મંજૂરી હોવાથી તેટલા એડમીશન આપવાની કાર્યવાહી ટુંક સમયમાં શરૂ થશે. જેથી સંસ્કૃત યુની.માં બીએડ કરવા માંગતા વિઘાર્થીઓ લાભ લઇ શકશે, તેમ અંતમાં જણાવેલ હતુ.