ગાંધીનગર- 

ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાને લઇને સરકારે મહત્વનો ર્નિણય જાહેર કર્યો છે. જાે સ્કૂલ શરુ કરવાના ર્નિણયને લઇને ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવાના ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કે સરકારના આ ર્નિણયનો ફેડરેશન ઓફ પેરેન્ટસ  સોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફેડરેશન એસોસિએશનના સભ્યો વિરોધની રજૂઆત કરવા કમલમ પહોંચ્યાં હતા. એસોસિએશનના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી કે વેક્સિનનું સફળ પરીક્ષણ ન થાય ત્યાં સુધી સ્કૂલ ન ખોલવા માંગ કરી હતી. આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરવા કમલમ પહોંચ્યાં.

ગુજરાતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે ધોરણ ૧૦ અને ૧૨ માટે શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી. શિક્ષણમંત્રીની જાહેરાતને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે વધાવી લીધી છે. શિક્ષણ સંઘે જણાવ્યું કે આ ર્નિણયથી વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત થશે તેમજ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે. ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ માટે શાળા ખોલવાના ર્નિણય અંગે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું છે કે શિક્ષણની સાથે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જાેઇએ.

સરકારે હજી સંક્રમણ અટકી ગયાની સ્પષ્ટતા કરી નથી. બાળકો ૧૦ મહિના બાદ શાળાએ પહોંચતા ટોળે વળશે. સરકારે બાળકોના આરોગ્યની ચિંતા કરવી જાેઇએ. કોંગ્રેસે શાળા શરુ કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે માસ પ્રમોશન નહી આપવાના ર્નિણયને આવકારીએ છીએ. ઓફલાઇન-ઓનલાઇન શિક્ષણનો ર્નિણય તર્કવિહોણો છે. શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષણકાર્ય પર અસર થશે. ખાનગી શાળાઓના દબાણથી શાળાઓ ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શાળા શરુ ન કરવી જાેઇએ.