વડોદરા, તા. ૧૨

વડોદરામાં ભુવા પડવાનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં પાલિકના વોર્ડ નંબર ૧૪ના ગેટ પાસે જ ભુવો પડયો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી એક રીક્ષામાં અચનાક ભુવામાં પડતા રીક્ષા ચાલક સહિત રીક્ષામાં બેસેલ લોકો ઇજાગ્રસત થયા હતાં. ભુવામાં રીક્ષા પડતાની સાથે જ વિસ્તારના સ્થાનિક લોકો દોડી આવીને રીક્ષા ચાલક અને રીક્ષામાં બેસેલ લોકોને બહાર કાઢીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વર્ષે પણ વડોદરામાં વરસાદની શરૂઆત થતા જ રસ્તા ધોવાઇ ગયા અને રસ્તાઓની હાલત બિસ્માર જાેવા મળી રહી છે. શહેના વરસાદના પગલે તમામ રોડ-રસ્તાની હાલત બિસ્માર થઇ છે. ખરાબ રસ્તાના કારણે તેમજ ખાડા, કયાંક ભુવા પણ પડયા છે. આ સંજાેગામાં શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પાલિકાની વોર્ડ કચેરી નંબર ૧૪ ની સામે મોડી સાંજે ભુવો પડતા દોડધામ મચી હતી.