વડોદરા,તા. ૨૬ 

ફતેગંજ ૫ોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલી શેખ બાબુની હત્યાના આરોપીઓ પીઆઈ, પી.એસ.આઈ અને ચાર જવાનોને પોલીસ હજી શોધી શકી નથી ત્યારે વડોદરા પોલીસના બે સત્તાવાર વોટસએપ ગૃપમાં ફતેગંજના એ વખતના પીઆઈ અને હત્યાના આરોપી ડી.બી.ગોહીલ હજુ પણ ગ્રુપ મેમ્બર છે. છતાં પોલીસ એમની ભાળ મેળવી શકતી નથી ત્યારે પોલીસ અધિકારીઓની એક ખાસ લોબી શરુઆતથી જ આ મામલો ઠંડો કરવાના પ્રયત્નોમાં લાગી હતી અને હવે છાવરતી હોવાની ચર્ચા પોલીસ વીભાગમાં ચાલી રહી છે.

વડોદરા પોલીસ દ્વારા માહીતીના આદાન પ્રદાન માટે સત્તાવાર રીતે બે વોટસએપ ગ્રૃપનું સંચાલન કરવામાં આવે છે. જેમાં વડોદરા પ્રિન્ટ એન્ડ પોલીસ અને બીજુ વડોદરા ઈ મીડીયા એન્ડ પોલીસ એમ બંને ગ્રૃપમાં પોલીસે કરેલી કાર્યવાહી અંગે વિડીયો અપલોડ કરવામાં આવે છે એ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સ અંગેની પણ સુચના પોલીસ દ્વારા આપવામાં આવે છે. એક ગ્રૃપમાં પ્રીન્ટ મીડીયા અને બીજા ગ્રૃપમાં ઈલેકટ્રોનીક મીડીયાના કર્મીઓ અને પો.કર્મી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પી.આઈ.ઓ ગ્રુપમાં મેમ્બર છે.

ગત તારીખે ૭ જુલાઈ રોજ ફતેગંજ પોલીસ મથકમાં એ.સી.પી. એસ.જી. પાટીલે એફ.આઈ.આર નોંધાવી હતી. જેમાં પી.આઈ. ડી.બી.ગોહીલે પી.એસ.આઈ. રબારી અને ચાર જવાનો વિરુદ્ધ સઅપરાધ માનવવધની કલમ ૩૦૪ હેઠળ શેખ બાબુની હત્યાનો મામલો નોંધાવ્યો હતો. જે ગુજરાતમાં પ્રથમ બનાવહતો કે જે પોલીસ સ્ટેશનમાં પી.આઈ. અને પી.એસ.આઈ. તેમજ ચાર જવાનો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાયો હતો. ત્યાર બાદ પી.આઈ. સહિતના છ આરોપીઓ ભાગી છુટયા હતા. એમને પકડવા ક્રાઈમ બ્રાંચે, પી.સી.બી. અને એસ.ઓ.જી.ની જુદી જુદી ટીમો બનાવી હતી. પરંતુ હજી સુધી આરોપીઓ પકડાયા નથી. બીજી તરફ હાઈકોર્ટના આકરા વલણ બાદ એફઆઈઆરમાં ૩૦૨ હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી. ત્યાર બાદ  સી.આર.સી. ૭૦ મુજબનું વોરંટ મેળવી ફરાર જાહેર કરાયા હતા અને મીલકત જપ્તીની કાર્યવાહી .પરાંત જાહેર સથળો ઉપર ફરાર આરોપીઓના પોસ્ટરો લગાવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આવા સમયે વડોદરા પોલીસના બે વોટસ એપ ગ્રુપમાં હજી પણ ફરાર આરોપી પીઆઈ ડી.બી.ગોહીલે ગ્રૃપ મેમ્બર છે એવી માહીતી બહાર આવી છે ત્યારે પોલીસ અધિકારીઓની ચોકકસ લોબી આરોપીઓને છાવરી રહી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠી છે.