છોટાઉદેપુર, છોટાઉદેપુર નગર ની મધ્ય માં આવેલ સરદાર બાગ નું રીનોવેશન નું કામ નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાલિકા તંત્ર દ્વારા કરોડો ના ખર્ચે આ રજવાડી બગીચા ને વૈભવી અને ભવ્ય બનાવવા નું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અગાઉ થોડાક વર્ષો પહેલા જ બનાવેલા વોકિંગ ટ્રેક તોડી નવા બનાવવામાં આવી રહ્યા છે. બગીચાની ઘાંસ થી લઇ તમામ ફૂલ છોડ નો ખર્ચ તેમાં સમાવવામાં આવેલ છે. બગીચા માં આવેલા તમામ રમત ગમત અને કરસત ના સાધનો ફરીથી નવા નાખવામાં આવનાર છે. ગાર્ડન ની અંદર બનાવેલી મઢુલી નવી બનાવવામાં આવનાર છે. રજવાડી સમય થી બગીચા ફરતે બનાવેલા ના કોટ ને જમીનદોસ્ત કરી નવા બનાવવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ વારંવાર વિવાદ માં રહેતી પાલિકા ફરીથી આ બગીચાના કોટ ને કારણે ચર્ચામાં આવી છે. પાલિકાના ઇજારદાર દ્વારા નવો આખો કોટ બનાવવાને સ્થાને જુના કોટ ની ઉપર જ નવા કોટ દીવાલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પાલિકાએ આ બગીચાના કોટની દીવાલ નો પાયો જર્જરિત હોવાનું કારણ ધરી બગીચાનું રીનોવેશન કામ હાથ ધરી કરોડો નો ખર્ચ પાડવાનો નક્કી કર્યું છે. પરંતુ તેમના ઇજારદાર ને રજવાડી સમય ના સરદાર બાગ ના કમ્પાઉન્ડ વોલ નો પાયો મજબૂત જણાતા પાયો ખોધ્યા વગર જ તેના ઉપર ફરીથી દીવાલ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું.