દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર અત્યતં ઘાતક બની ગઈ છે અને વિદેશી સરકારો પણ ભારતને મદદ કરી રહી છે અને આવી પડકારજનક સ્થિતિ વચ્ચે અમેરિકાના મહામારી નિષ્ણાતં ડોકટર એન્થનીએ ભારતને એવી સલાહ આપી છે કે વર્તમાન પરિસ્થિતિ ભારતની ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને એક મહિનાના સખત લોક ડાઉન ની જરિયાત દેખાઈ રહી છે.

તેમણે ભારતની વર્તમાન પરિસ્થિતિ નો અભ્યાસ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે ભારત સરકારે ઝડપથી આ ર્નિણય કરવો પડશે અને તો જ વર્તમાન બીજી લહેર ની ભયંકર બની ગયેલી ચેઇન તોડવામાં મદદ મળશે અને સાથોસાથ રસીકરણ પણ ઝડપી બનાવવું પડશે આમ એક નહીં બલ્કે અનેક મોરચે ભારત સરકારે ઝડપી પગલાં લેવા પડશે તો જ સંકટમાંથી ઉગારવા નો મોકો મળશે. ડોકટર એન્થની અમેરિકાના ટોપ લેવલના પબ્લિક હેલ્થ સલાહકાર રહ્યા છે અને કોરોના મહામારી ના નિષ્ણાતં માનવામાં આવે છે. ભારત સરકારે તાબડતોબ ફિલ્ડ હોસ્પિટલ શ કરવી પડશે અને એમણે તમામ દેશોને એવી અપીલ પણ કરી છે કે ભારત અને ફકત મટીરીયલ મોકલવાથી સહાયતા પૂરી નહીં થાય બલ્કે કર્મચારીઓ અને નિષ્ણાંતોને પણ ભારત મોકલવા પડશે.ડોકટર એન્થનીએ એમ પણ કહ્યું છે કે એક સમય હતો યારે અમેરિકાની પણ ભારત જેવી જ ગંભીર અવસ્થા હતી અને અમેરિકાની સામે પણ આ પ્રકારના જ પડકારો હતા પરંતુ કામ ચલાવ હોસ્પિટલો શ કરી દેવામાં આવી હતી અને રસીકરણ માં ઝડપ વધારી દેવામાં આવી હતી.તેમણે કહ્યું છે કે ભારત સરકાર પાસે અત્યારે ભયંકર વાયરસના ફેલાવાની અટકાવવા માટે સૌથી મજબૂત રસ્તો એક જ છે અને તે એક મહિનાના લોક ડાઉન છે. આવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વાઇરસની ચેન તોડવી અત્યતં જરૂરી બની જાય છે અને તો જ પરિસ્થિતિને નિયંત્રણ કરી શકાય છે.