દિલ્હી-

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ પર પોતાનો ભરડો વધારે મજબૂત બનાવ્યો છે. કાશ્મીર ખીણમાં આતંક ફેલાવવામાં મોટો રોલ ભજવનાર હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠનના બે કમાન્ડરને સુરક્ષાદળોએ યમદસદન પહોંચાડી દીધા છે.

છેલ્લા 6 મહિનામાં આ બે ટોચના આતંકીઓનો ખાતમો બોલાવ્યા બાદ હવે હિઝબુલે પોતાના સંગઠનના કમાન્ડર તરીકે દહેરાદૂન કોલેજમાં એમફીલ ડ્રોપઆઉટ વિદ્યાર્થી ઝુબેર વાનીને કમાન્ડર બનાવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે 31 વર્ષનો વાની 2018માં હિઝબુલ સાથે જાેડાયો હતો, તે અનંતનાગ જિલ્લાનો રહેવાસી છે.તે પોતાના પરિવારમાં એક માત્ર સભ્ય છે જેણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે.તે હિઝબુલમાં સામેલ થયો તે પહેલા દહેરાદૂનની કોલેજમાં એમ ફિલ કરી રહ્યો હતો.તે છોડીને તે આતંકના રસ્તે વળી ગયો હતો. સુરક્ષાદળોએ આ પહેલા હિઝબુલ કમાન્ડર સૈફુલ્લાહ મીરનો ગયા રવિવારે સફાયો કર્યો હતો.તેના પહેલાના કમાન્ડર રિયાઝ નાઈકુને મે મહિનામાં ઢાળી દેવાયો હતો.જાેકે ઝુબેર વાનીને કમાન્ડર બનાવવાનુ કારણ એ છે કે હાલનો આતંકી સરગણા અશરફ મોલવી કિડનીની બીમારીથી પરેશાન છે.