ગોધરા, તા.૩ 

કોરોના કહેરના સંક્રમણ વચ્ચે શરાબના શોખીનોને સેનેટાઈઝ રાખવા માટે બુટલેગરોની અંધારી આલમના ગેરકાયદે શરાબના વ્યાપાર સામે ગોધરા પરવડી બાયપાસ ચોકડી પાસે એલસીબી શાખાની નાકાબંધી જાેઈને પુરઝડપે ભાગી છુટેલ ટ્રકનો પીછો કરવાની જીવ સટોસટની આ હરીફાઈમાં વેજલપુર પોલીસ તંત્રની નાકાબંધીની આડશો તોડીને ભાગી છુટેલ ટ્રકને ગોધરા એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા તથા સ્ટાફ કર્મચારીઓ અંતે ઝડપી પાડતા આ ટ્રકમાંથી શરાબના કવાટરીયાઓની ૧પપ પેટીઓનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધીના અમલનો ખુલ્લેઆમ પડકાર ફેંકનારા બુટલેગરોના આ અસામાજીક ગોરખ ધંધાઓ સામે સખ્ત હાથે કામ લેવાના પંચમહાલ પોલીસ અધિક્ષક ર્ડા.લીના પાટીલના સૂચનોના પગલે ગોધરા એલસીબી શાખાના પીઆઈ ડી એન ચુડાસમા દ્વારા શહેર બહાર પરવડી બાયપાસ ચોકડી ઉપર વાહન ચેકીંગની કામગીરીઓ કરી રહ્યા હતા. આ દરમ્યાન દાહોદ તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક નંબર જીજે ર૦ વી ૯૩પ૩ના ચાલકે એલસીબી પોલીસના ટ્રક રોકવાના ઈશારા સાથે તૃપ્તી હોટલ તરફ હંકારી મુકતા એલસીબી પીઆઈ ડી એન ચુડાસમાએ આ ટ્રકનો પીછો શરૂ કરીને વેજલપુર પોલીસ તંત્રને નાકાબંધીઓ કરવાનો સંદેશો મોકલ્યો હતો. પોલીસ તંત્રના સંકજામાંથી છટકવા માટે આ ટ્રકના ડ્રાયવરે વેજલપુરથી મહેલોલ તરફના રસ્તાઓ ઉપર મુકેલ પોલીસ તંત્રની આડશો તોડીને મહેલોલના રસ્તે પુરઝડપે ભગાડી મુક્યા બાદ આગળ આવતા ભલાણીયા ગામના અંતરીયાળ રોડે દોડાવવા જતા રોડની બાજુમાં ખાડામાં ટ્રક ઉતરી જતા ટ્રક ડ્રાયવર ખેતરોમાં ભાગીને અદ્રશ્ય થાય આ પહેલા એલસીબી પોલીસ કર્મચારીઓના સંકજામાં આવી ગયો હતો. ગોધરા એલસીબી શાખાના સંકજામા આવી ગયેલ ટ્રક ડ્રાયવર ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામનો મનુભાઈ વાલસીંગ ડામોર હોવાનુ આ શરાબનો જથ્થો રાજસ્થાન સરહદ ઉપરના સલોપાટ ગામના જબ્બીરખાન મકસુદખાન પઠાણ અંદાજે ૬.૩ર લાખ રૂપિયાની કિંમતના શરાબના કવાટરીયાઓની ૧પપ પેટીઓ ભરીને આ ટ્રક દુધીયાઘાટા પેટ્રોલપંપ ઉપર આવીને આપી ગયો હતો. આ ટ્રક વેજલપુર ચોકડી થઈ યુવા રોડ રેલ્વે ફાટક પાસે એક ઈસમ લેવા આવશે આ જણાવીને રવાના તો કર્યો હતો પરંતુ ગોધરા એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા અને સ્ટાફ કર્મચારીઓની સતર્ક નજરોમાં ઝડપાઈ જતા શરાબના જથ્થા સાથે એલસીબી એ ૧ર.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.