દેવગઢ બારીયા, વિરોલ ગામની યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં યુવતી તથા યુવતીના ભાઈઓએ યુવતીને પત્ની તરીકે રાખવા દબાણ કરતા પત્ની તરીકે રાખવા દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામના આધેડે નન્નો ભણતાં તે યુવતી તથા તેના ભાઈઓએ તે આધેડના મોઢાના ભાગે ધારદાર તથા કઠણ હથિયારના પ્રહાર કરી બાઇક પરથી પાડી દઈ મોતને ઘાટ ઉતારી નાસી જતા બારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર સાગારામા ગામ ના કક રોડ ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય કાંતિભાઈ લાખાભાઈ વણકર ને દેવગઢ બારીયા તાલુકા ના વિરોલ ગામ ની મંજુલાબેન સાથે છેલ્લા દસેક વર્ષથી પ્રેમ સંબંધ હોઇ કાંતિભાઈ લાખાભાઈ વણકર મંજુલાબેનના ઘરે જ પડયા પાથર્યા રહેતા હતા જેથી મંજુલાબેન તથા તેના ભાઈઓ રાજુભાઈ બોલ સિંગ ભાઈ પટેલ તેમજ અરવિંદભાઈ બોલ સિંગ ભાઈ પટેલ એમ ત્રણે જણા બે દિવસ અગાઉ કાંતિભાઈ વણકર ના ઘરે આવ્યા હતા અને મંજુલાબેન ને પત્ની તરીકે રાખવા કાંતિભાઈ પર દબાણ કરી અને જાે પત્ની તરીકે નહીં રાખે તો જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ચાલ્યા ગયા હતા પરંતુ કાંતિભાઈ એ આ બાબતનો કોઈ જવાબ આપ્યો ન હતો જેથી વિફરેલા મંજુબેન તથા તેના ભાઈઓ રાજુભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ એ ભેગા મળી ગત રોજ રાતે સાગારામા ગામે ખોડી ખાખર પાસે કાંતિભાઈ ને રોકી મોઢાના ભાગે કોઈ ધારદાર અને કઠણ જેવા હથિયાર થી પ્રહાર કરી લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ત્રણેય જણા નાસી જતા કાંતિભાઈ વણકર મોટરસાઇકલ પરથી પડી જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું કાંતિભાઈ ના કુટુંબી ભાઈ વણકર આજરોજ સવારે નવેક વાગ્યાના સુમારે ત્યાંથી પસાર થતાં તેઓએ કાંતિભાઈ ની લાશ ને મોટરસાયકલ સાથે પડેલી જાેતા તેઓએ ફોન કરી કાંતિભાઈ ના ઘરવાળાઓને જાણ કરી હતી જેથી કાંતિભાઈ ના ઘરવાળાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓના હૈયાફાટ રૂદનથી ગમગીની ના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા જ દેવગઢ બારીયા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.