નાગપુર-

દેશમાં કોરોના કેસોમાં વધારો થયા પછી, કોવિડ -૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમેડેસિવિરની મોટી તંગી જાેવા મળી હતી. પરંતુ હવે દેશમાં કોરોના દવા રેમેડેસિવિરની કોઈ અછત રહેશે નહીં. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ આજે ૨૮ એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં કોવિડ -૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે. મંગળવારે નાગપુરમાં કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરતાં ગડકરીએ કહ્યું કે, કંપની દરરોજ રેમડેસિવિરની ૩૦,૦૦૦ શીશીઓ તૈયાર કરશે.

દેશમાં કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓ અને લેબ રિપોર્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, અને પુખ્ત દર્દીઓ અને બાળકોમાં રેમડેસિવિરના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. વર્ધાના જેનટેક લાઇફ સાયન્સિસને રેમેડિસિવર ઈન્જેક્શન બનાવવાનું લાઇસન્સ મળી ગયું છે. ગડકરીએ જણાવ્યું કે હૈદરાબાદથી એક ટીમ વર્ધા પહોંચી છે અને પરીક્ષણ ચાલી રહ્યું છે અને બુધવારથી તેનું ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે.ગડકરીએ કહ્યું કે, આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલ રેમેડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ નાગપુર અને વિદર્ભના અન્ય જિલ્લાઓમાં કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તેનું મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ વિતરણ કરવામાં આવશે.