દિલ્હી-

રશિયાએ કોરોના વાયરસ વેક્સીન Sputnik V બનાવી લેવાનો દાવો કર્યો છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના સીઈઓ કીરિલ ડિમિટ્રીવે કહ્યું કે, ભારતમાં લગભગ દુનિયાની 60 ટકા વેક્સીનોનું ઉત્પાદન કરવામાં આવે છે. અમે સંબંધિત મંત્રાલયો અને ભારતીય સરકાર ઉપરાંત ભારતમાં દવા ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકો સાથે પણ Sputnik Vના ઉત્પાદનની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ન માત્ર અમે ભારતીય બજારોમાં બલ્કે અન્ય દેશો માટે પણ વેક્સીન ઉત્પાદન માટે ભારતની ક્ષમતાને ઓળખીએ છીએ અને અમે અહીં અગ્રણી કંપનીઓ સાથે કરાર કર્યા છે.

રશિયાનો દાવો છે કે, તેમની વેક્સીનથી કોરોના સામે સ્થાયી ઈમ્યૂનિટી વિકસિત કરી શકાય છે. જોકે, રશિયાના ક્લીનિકલ ટ્રાયલ સંઘના પ્રમુખે આ વેક્સીનનું રજિસ્ટ્રેશન નહીં કરવાનું કહ્યું છે. ક્લીનિકલ ટ્રાયલ સામાન્ય રીતે હજારો લોકો પર થાય છે, જ્યારે રશિયાની વેક્સીનનું પરીક્ષણ 100થી પણ ઓછા લોકો પર થયું છે.