વિમ્બલ્ડન

ત્રીજી ક્રમાંકિત એલિના સ્વિટોલિનાને બીજા રાઉન્ડમાં પોલેન્ડની માગડા લિનેટ દ્વારા ૬-૩, ૬-૪ થી પરાજિત કર્યા બાદ ઉલટફેર કર્યો હતો. ડબ્લ્યુટીએ રેન્કિંગમાં ટોચના ૧૧ માંથી આઠ ખેલાડીઓ હાર, ખસી જવા અથવા ઈજાને કારણે વિમ્બલ્ડનમાંથી બહાર થઈ ગયા છે. મેચમાં લિનેટના ૨૮ વિનર લગાવ્યા હતા જ્યારે એલિના માત્ર આઠ જ લગાવી શકી હતી. વિશ્વ રેન્કિંગમાં ૪૪ મા ક્રમે લિનેટે આ પહેલા ટોચના ૧૫ ખેલાડીને પરાજિત કર્યા નથી. ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બરા ક્રેસિકોવાએ એન્ડ્રેઆ પેટકોવિકને ૭-૫, ૬-૪ થી હરાવીને પોતાનો ૧૪ મેચનો વિજેતા ઝુંબેશ ચાલુ રાખ્યો હતો.

ક્રેસિકોવા સેરેના વિલિયમ્સ (૨૦૧૫) પછી સતત ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બનવાની તૈયારીમાં છે. તે પ્રથમ વખત ટૂર્નામેન્ટના સિંગલ્સ વિભાગમાં રમી રહી છે. અમેરિકાની શેલ્બી રોજેર્સે વિશ્વની ૧૫ મી નંબરની મારિયા સક્કારીને ૭-૫, ૬-૪ થી માત આપી અને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. વિશ્વની ૧૬ મી નંબરની અનાસ્તાસિયા પીએ ક્રિસ્ટિના પિલ્સ્કોવાને ૬-૩, ૬-૩ થી હરાવી.

પુરુષ વિભાગમાં ચોથા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવે ટેનિસ સેન્ડગ્રેનને ૭-૫, ૬-૨, ૬-૩ થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલ અને આ વર્ષે ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલ રમનાર ઝ્‌વેરેવ વિમ્બલ્ડન ખાતે છેલ્લા ૧૬ કરતા ક્યારેય આગળ વધ્યો નથી. જયારે રશિયાના ડેનીલ મેદવેદેવ વિમ્બલ્ડન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે તેના હરીફ કાર્લોસ ગારફિયાને ૬-૪, ૬-૧, ૬-૨ થી સહેલો શિકાર બનાવ્યો.