મુંબઇ-

બોલીવુડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અભિનેત્રી તારા સુતરિયાનો કોવિડ -૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ તારા સુતરિયા કોરોના પોઝિટીવ છે. તેણે તાજેતરમાં ફિલ્મ ‘તડપ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેમના સિવાય અહાન શેટ્ટી છે. ડિરેક્ટર મિલન લુથરિયાની ફિલ્મ ૨૪ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ અઠવાડિયામાં અનેક સેલિબ્રીટી કોરોનાની પકડમાં આવી છે. રણબીર કપૂર, મનોજ બાજપેયી, આશિષ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા બાદ પોતાને અલગ કરી દીધા છે. સંજય લીલા ભણસાલીને પણ કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ફિલ્મ નિર્માતાએ આ વાતની પુષ્ટિ કરી નથી.

આ જ સમયે, મ્યુઝિક ડિરેક્ટર ઇસ્માઇલ દરબારે વાતચીતમાં કહ્યું હતું કે, ‘જ્યારે સંજયે પોતે મને કહ્યું કે તે કોવિડ -૧૯ પોઝિટિવ છે ત્યારે મેં સંજયને તેની સાથે વાત કરવા બોલાવ્યો હતો. હું તેનો વિશ્વાસ કરી શક્યો નહીં. હું થોડા દિવસો પહેલા જ તેને મળ્યો હતો.