રાજકોટ-

શૈક્ષણિક સંકુલોમાં ગુણવતા યુકત શિક્ષણની સાથે સાથે રચનાત્મક, સાંસ્કૃતિક, રમત-ગમત, સંશોધન જેવી અનેક પ્રવૃતિઓનું એટલું જ મહત્વ હોય છે. શિક્ષણની સાથે આ પ્રવૃતિઓ બૌધિક વિકાસનો માર્ગ મોકળો કરે છે. આમ વિવિધ પ્રવૃતિઓને પ્રાધાન્ય આપતી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને તેના અધ્યાપકો શહેર, પ્રાંત કે રાજયમાં ગોરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. શહેરના આવા જ એક શૈક્ષણિક સંકુલને એવોર્ડ મળતા શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી વહેતી થઇ છે. સમગ્ર રાજકોટ માટે ગૌરવ, આનંદ અને સન્માન થાય તેવી સિદ્ધિ રાજકોટના મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મેળવેલ છે જીટીયુ દ્વારા કોલેજમાં ચાલતી વિવિધ ઇનોવેશન અને રચનાત્મક પ્રવૃત્તિઓને ઇનોવેશન એવોર્ડ માટે નોમિનેશન મંગાવવામાં આવે છે અને બિરદાવવામાં આવતા હોય છે જીટીયુ દ્વારા સ્થાપિત GISC (GTU Innovation and Startup centre) આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓને ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ક્રિએટિવ એક્ટિવિટી માટે તૈયાર કરી રહ્યું છે વર્ષ ૨૦૨૧ નોમિનેશનના " "GTU Innovation Council Sankul Award" તેમજ Innovative Student Co-Creation Award for Leadership Excellence Scale કેટેગરીમાં "Transforming Faith into Humanity" શીર્ષક હેઠળ લાભુભાઈ ત્રિવેદી કોલેજ ને અર્પણ કરવામાં આવ્યો છે સમગ્ર GTU પરિવાર, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને કોલેજ પ્રિન્સિપાલે સ્ટાફ અને જોડાયેલા વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.