દિલ્હી-

અમેરિકા ના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફાઉસી એ કહ્યું છે કે, "માત્ર રસીકરણ એ જ ભારતમાં કોરોના સંકટને સમાપ્ત કરવાનું એક માત્ર માધ્યમ છે." તેમણે કહ્યુ કે, "કોરાના સામેની લડતમાં રસીના ઉત્પાદનને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વેગ આપવાની જરૂર છે."

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યુ કે," ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તેમની પાસે ફક્ત આંતરિક જ નહીં, પણ બાહ્ય સ્તર પર પણ પૂરતા સંસાધનો છે. ભારતે ચીનની જેમ એક મેકશિફ્ટ ફિલ્ડ હોસ્પિટલ બનાવવાની જરૂર છે. ઉપરાંત, ઓક્સિજનના અભાવનો મુદ્દો ખૂબ ગંભીર છે. પથારીનો અભાવ, ઓક્સિજન અને પી.પી.ઈ, કીટ નો અભાવ એ હોસ્પીટલો માટે મોટી સમસ્યા છે. તેમણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઝડપથી વધતા ચેપની સાંકળને રોકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તેના જીવલેણ પરિણામો આવી શકે છે." નોંધનીય છે કે, ભારતમાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે, એક દિવસમાં 4 લાખથી વધુ ચેપના કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3000 થી વધુ લોકો મરી રહ્યા છે. ઘણા મોટા દેશોએ પરિસ્થિતિને જોતા ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.