દિલ્લી,

હરિયાણાના સોનીપતમાં વાયુસેનાના એક હેલીકાપટરની ઇમર્જન્સી લેન્ડીગં કરાવવી પડી. કુંડળી-ગાઝિયાબાદ-પલવલ એક્સપ્રેસ-વે પર વાયુસેનાના હેલીકાપટરની ઇમર્જન્સી લેન્ડીગં કરાવવામાં આવી. અચાનક હેલીકાપટરના લેન્ડીગંથી એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા પર હાજર કર્મચારીઓ અને હાજર લોકો ચોંકી ગયા હતા. ઇમર્જન્સી લેન્ડીગં વખતે હેલીકાપટરમાં ૪ જવાન હાજર હતા. તમામ સુરક્ષિત છે.

વાયુસેનાના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડીગંનાં કારણે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા વાયુસેનાના જવાનો પહોંચી ગયા હતા. અંદાજીત એક કલકાની મહેનત પછી હેલિકોપ્ટરનું સમારકામ કરવામાં આવ્યું હતુ, ત્યાર પછી હેલિકોપ્ટરને વાયુસેનાના બેઝમાં લઈ જવામાં આવ્યું હતું. જાકે હાલ રોડ પર ફરીથી વાહનવ્યવહારની સુવિધા શરૂ કરવામાં આવી છે.