દિલ્હી-

કેન્દ્રના ફાર્મ કાયદાની વિરુધ્ધ એક મહિનાથી વધુ સમયથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ઉપરાંત અન્ય લોકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. પંજાબના સંગરુર જિલ્લાની સરકારી શાળાના શિક્ષક મનોજ કુમારે 225 કિમી સાયકલ ચલાવી ખેડુતોને ટેકો આપ્યો હતો અને સોમવારે ટીકર બોર્ડર પર પહોંચ્યો હતો. તેમણે લોકોને ખેડૂત આંદોલનમાં જોડાવા અપીલ કરી છે.

શિક્ષક મનોજ કુમારે કહ્યું, "છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. તેઓ પંજાબમાં અને છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં દેખાવો કરી રહ્યા છે. હું ખેડૂતોને ટેકો આપવા અને તેમની સાથે એકતા દર્શાવવા 225 કિ.મી. સાઇકલ ચલાવી હું અહીં પંજાબના સંગરુરથી અહીં પહોંચ્યો છું, જો આ કાયદો લાગુ કરવામાં આવે તો તે આપણા માટે "વિનાશક" બની રહેશે. તેમણે લોકોને ખેડૂત આંદોલનમાં ભાગ લેવા અપીલ કરી, "હું બધા લોકોને અપીલ કરું છું કે આપણે એક બનીને ખેડૂતની જીત માટે આ આંદોલનને સમર્થન આપવું જોઈએ. આ આંદોલન એક લોકહિત આંદોલન છે અને જો ખેડુતો જો હારી જાય તો દેશ હારી જશે. "